Surprise Me!

અમદાવાદના CS સ્ટૂડન્ટે મુંબઈના સી-લિંક પરથી આત્મહત્યા કરી, પાંચ કલાક ચાલ્યું સર્ચ ઓપરેશન

2019-07-13 1 Dailymotion

મુંબઈમાં સીએસનું સ્ટડી કરતા એક 22 વર્ષના અમદાવાદી યુવકે બાન્દ્રા-વર્લી સી-લિંક પરથી કુદીને આત્મહત્યા કરી લીધી હતી સ્ટૂડન્ટનું નામ પાર્થ શાહ જણાવાઈ રહ્યું છે, પોલીસે 5 કલાકની જહેમત બાદ સ્ટૂડન્ટની લાશ શોધી હતી ઘટનાની જાણકારી મળતાં જ બચાવ દળ સ્ટૂડન્ટની લાશ શોધવામાં લાગ્યું હતું અને 5 કલાક સર્ચ ઓપરેશન થયા બાદ લાશ મળી આવી હતી પોલીસને કોઈ સ્યૂસાઈડ નોટ મળી આવી નથી જેથી હજુ સુધી એ સ્પષ્ટ થયુ નથી કે પાર્થે સમુદ્રમાં છલાંગ શા માટે લગાવી? પોલીસે જણાવ્યું હતુ કે શુક્રવારે બપોરે 130 વાગ્યે શાહે બાન્દ્રામાં મહેબુબ સ્ટૂડિયો પાસેથી વર્લી જવા માટે ટેક્સી બુક કરાવી, તેણે ડ્રાઇવરને સી-લિંકથી જવા માટે કહ્યું, જ્યારે ટેક્સી સી-લિંક પર પહોંચી તો પાર્થે ડ્રાઇવરને કહ્યું કે તે પૈસા ઘરે ભૂલી ગયો છે, અને ટેક્સી ત્યાંથી પાછી વાળવી પડશે પોલીસે આગળ જણાવ્યું કે ટેક્સી જ્યારે બાન્દ્રા-વર્લી સી-લિંકના પોલ નંબર 52 પાસે પહોંચી તો તેણે ટેક્સી ડ્રાઇવરને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી અને ટેક્સી રોકવા જણાવ્યું જ્યારે ટેક્સી ઉભી રહી તો પાર્થ તેની નીચે ઉતર્યો અને ઉંડા સમુદ્રમાં છલાંગ લગાવી દીધી પોલીસે ટેક્સી ડ્રાઇવરના નિવેદન બાદ તપાસ શરૂ કરી દીધી છે

Buy Now on CodeCanyon