વધુ પાતળા હોવું કે જાડા હોવું એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક ગણાય છે, જો કે વાઈરલ થયેલા એક સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક કેદીનું પાતળાપણું જ તેને જેલ તોડવામાં મદદરૂપ નીવડ્યું હતું આ દૃશ્યો બોલિવિયાના હોવાનું જાણવા મળે છે, જેમાં પોલીસે ચોરીના આરોપમાં દૂબળા-પાતળા શખ્સને પકડીને જેલમાં નાખી દીધો હતો જો કે આ જોર્જ મંટિલા ઉર્ફે કોકો નામના ચોરે પણ જે રીતે જેલના સળિયા તોડ્યા વગર પણ ત્યાંથી ભાગી જવાનું કારનામું કરવામાં સફળતા મેળવી હતી તે જોઈને પોલીસ પણ ચકરાવે ચડી ગઈ હતી સોશિયલ મીડિયામાં આ સીસીટીવી ફૂટેજ વાઈરલ થતાં જ પોલીસની પણ ફજેતી થઈ હતી એવી તે કેવી પોલીસ કે જેલમાંથી સળિયાઓની વચ્ચેથી ચોર ભાગી ગયો ને તેમને ખબર પણ ના પડી વધુ ઉહાપોહ થતાં જ પોલીસે આ મહાશયને પકડવા માટે સ્પે ફોર્સની રચના કરીને તેને બે દિવસ બાદ જ ફરી દબોચી લીધો હતો તેની પૂછપરછ કરતાં જ સામે આવ્યું હતું કે તે પાડોશી દેશ પેરૂમાં ભાગી જવાની ફિરાકમાં હતા હવે પોલીસે પણ તેને ફરી જેલમાં નાખીને24 કલાકની સતત દેખરેખ નીચે રાખ્યો છે જેથી ફરી જેલમાંથી ફરાર ના થઈ જાય