Surprise Me!

અઢી દિવસ બાદ કાટમાળમાંથી જીવતી નીકળી મહિલા, રેસ્ક્યુ ટીમ પણ આશ્ચર્ય પામી

2019-07-15 1 Dailymotion

સાઉથ ચીનમાં આવેલા ગુઈયાંગ પ્રાંતમાં એક ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા હતા તો સાથે જઅનેક લોકો કાટમાળમાં દબાઈ ગયા હતા દબાયેલા લોકોને બહાર નીકાળવા માટે ઘટના સ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમે પણ અનેક લોકોને બચાવ્યાહતા જો કે આ કાટમાળમાં જ ફસાઈ રહેલી અંતિમ મહિલાને નીકાળવામાં આ ટીમને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અઢી દિવસએટલે કે 60 કલાક સુધીની મથામણ બાદ બચાવકર્મીઓએ પણ તેના જીવતા બચવાની આશા છોડી દીધી હતી આમ મહિલા મૃત હાલતમાં જમળશે તેવી ધારણા સાથે કાટમાળ ઉચકવાની કામગીરી ચાલુ રાખી હતી જો કે 60 કલાક બાદ જ્યારે આ મહિલાને બહાર નીકાળવામાં આવી <br />ત્યારે બચાવકર્મીઓની પણ આંખો પહોળી થઈ ગઈ હતી કેમ કે આટલા કલાકો સુધી કાટમાળમાં દટાયા બાદ પણ આ મહિલાએ મોતનેહાથતાળી આપી હતી આખી ઘટના નજરે જોનારા સ્થાનિકોમાં આ ચમત્કાર જેવી ઘટનાએ કૂતુહલ સર્જ્યું હતું

Buy Now on CodeCanyon