Surprise Me!

હોડી ડૂબી જતાં 5 દિવસ સુધી માછીમાર દરિયામાં તરતો રહ્યો, બાંગ્લાદેશના જહાજે બચાવ્યો

2019-07-16 1 Dailymotion

પાંચ દિવસ સુધી દરિયામાં ભૂખ-તરસથી જીંદગીની જંગ લડી રહેલા એક ભારતીય માછીમારને બાંગ્લાદેશના એક જહાજે બચાવી લીધા હતા હકીકતમાં પશ્વિમ બંગાળના 24 પરગના જિલાના નારાયણપુરના રહેવાસી રવીન્દ્રનાથ દાસ 14 સાથીઓ સાથે માછલી પકડવા નિકળ્યા હતા થોડા સમય પછી વાવાઝોડામાં હોડી ફસાઇ ગઇ રવીન્દ્રના ભત્રીજા સહિત દરેકની મોત તેમની સામે થઇ ગમે તેમ તરીને એક વાંસના સહારે તેઓ જીવિત રહ્યા અને બાંગ્લાદેશની સીમામાં પહોંચી ગયા અહીં ચિતગોંગ પાસે એક જહાજના ક્રૂએ તેમને બચાવી લીધા અત્યારે કોલકાતાની હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો છે

Buy Now on CodeCanyon