Surprise Me!

વડુ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબે દર્દીના કેસ પેપર ફાડી નાખતા હોબાળો, તબીબ સામે કાર્યવાહીની માંગ

2019-07-18 153 Dailymotion

વડોદરાઃ પાદરા તાલુકાના વડુ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દવા લેવા આવેલા મહિલા દર્દી સાથે ડેપ્યુટશન પર આવેલા મેડિકલ ઓફિસરે ગેરવર્તણૂક કરીને કેસ પેપર ફાડી નાખતા સરકારી દવાખાનમાં ભારે હોબાળો મચી ગયો હતો <br /> <br />વડુમાં છેલ્લા ઘણા સમયથી સરકારી દવાખાનાને સામૂહિક આરોગ્ય કેન્દ્રનો દરજ્જો મળ્યો હોવા છતાં અનેક સુવિધાઓથી વંચિત છે જેથી દર્દીઓને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે, જ્યાં સારવાર લેવા આવેલા મહિલા દર્દી સાથે તબીબે ગેરવર્તણૂક કરતા ભારે હોબાળો મચી ગયો હતો વડુના મડીનાબેન નામના મહિલા દર્દી આજે સારવાર માટે CHCમાં આવ્યા હતા અને બ્લડ પ્રેશર માટે દવા અનુકૂળ ન હોવાથી દર્દીએ દવા બદલવા માટે તબીબને જણાવ્યા હતું, જેથી ડેપ્યુટશન પર આવેલા મેડિકલ ઓફિસરે ઉશ્કેરાઇને મહિલા દર્દીનો કેસ પેપર ફાડી નાખ્યા હતા

Buy Now on CodeCanyon