Surprise Me!

ટ્રમ્પનો દાવો- અમેરિકન સબમરીને હોરમુજની ખાડીમાં ઈરાની ડ્રોન તોડી પાડ્યું

2019-07-19 184 Dailymotion

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, હોરમુજની ખાડીમાં તહેનાત તેમની સબમરીને ગુરુવારે એક ઈરાની ડ્રોન તોડી પાડ્યું છે ટ્રમ્પે વ્હાઈટ હાઉસથી નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, સબમરીન યુએસએસ બોક્સરે બચાવ માટે આ કાર્યવાહી ત્યારે કરી જ્યારે ઈરાનનું ડ્રોન તેનાથી માત્ર 1000 યાર્ડ્સ (918 મીટર)ના અંતરે હતું ડ્રોનથી શિપ અને તેના ક્રૂ મેમ્બર્સને જીવનું જોખમ હતું શિપના હુમલાથી ડ્રોન સંપૂર્ણ પણે તોડી પડાયું છે <br /> <br />વ્હાઈટ હાઉસમાં રિપોર્ટ્સ સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાન તરફથી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર સબમરીન પર આ પ્રમાણનો હુમલો એક ચોંકાવનારી ઘટના છે મારી અપીલ છે કે, આ મામલે દરેક દેશ સાથે આવે અને મુસાફરીની આઝાદીને પ્રોત્સાહન આપે ટ્રમ્પે ખાડીમાં આવેલા બીજા દેશોને પણ સુરક્ષા માટે સાથ આપવા કહ્યું

Buy Now on CodeCanyon