લખનઉ:સોનભદ્ર હત્યાકાંડ વિશે ખૂબ રાજનીતિ થઈ રહી છે શનિવારે પીડિત પરિવાર પ્રિયંકા ગાંધી વાડ્રાને મળવા ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા પીડિત પરિવારજનો પ્રિયંકા ગાંધીને મળ્યા ત્યારે ખૂબ રડતા હતા તેમને જોઈને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંઘી પણ રડી પડ્યા હતા

પીડિત પરિવારજનોને મળી પ્રિયંકાએ ફરી શરૂ કર્યા ધરણાં

સોનભદ્ર નરસંહારના પીડિત પરિવારજનો સાથે મુલાકાત પછી પ્રિયંકા ગાંધીએ ફરી એકવાર ધરણાં શરૂ કર્યા છે હકીકતમાં પ્રિયંકા ગાંધી એ વાતથી નારાજ છે કે, પીડિત પરિવારના 15 સભ્યો મને મળવા આવ્યા હતા પરંતુ માત્ર બે લોકોને જ અંદર આવવાની મંજૂરી આપવામાં આવી અને બાકીના લોકોને ગેસ્ટ હાઉસની બહાર જ રોકી દેવામાં આવ્યા હતા પ્રિયંકા ગાંધીએ કહ્યું, હું જેમને મળવા આવી હવે તે લોકોએ મને મળવા આવવું પડ્યું અને તેમાં પણ પ્રશાસને 13 લોકોને મને મળવા ન દીધા હું પીડિત પરિવારજનોને મળું તેમાં પ્રશાસનને તકલીફ શું છે તે નથી સમજાતું

પીડિત પરિવારજનોની વાત સાંભળી રડી પડ્યા પ્રિયંકા ગાંધી
સોનભદ્ર નરસંહારના પીડિત 15 લોકો પ્રિયંકા ગાંધીને મળવા ચુનાર ગેસ્ટ હાઉસ પહોંચ્યા હતા સૂત્રોના જણાવ્યા પ્રમાણે માત્ર બે લોકોને જ પ્રિયંકા ગાંધીને મળવાની મંજૂરી આપવામાં આવી હતી પીડિતોને મળીને તેમની તકલીફ સાંભળીને પ્રિયંકા ગાંધી પણ રડી પડ્યા હતા

એપડેટ્સ

પ્રિયંકા ચુનાર ગેસ્ટ હાઉસના પાર્કમાં જ ધરણાં પર બેઠા છે અહીં જ પ્રિયંકાએ પીડિત પરિવાર સાથે વાત કરી અને તેમની પાસેથી જ ફાયરિંગ હત્યાકાંડની માહિતી લીધી હતી
કોંગ્રેસના પૂર્વ સાંસદ પ્રમોદ તિવારીની આગેવાનીમાં એક પ્રિતિનિધિમંડળે રાજ્યપાલ રામ નાઈક સાથે મુલાકાત કરી અને ઉત્તર પ્રદેશમાં ખરાબ કાયદા વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવ્યો
ચુનાર ગેસ્ટ હાઉસમાં જિલ્લા પ્રશાસનની કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અજય રાય અને લલિતેશ પતિ ત્રિપાઠી સાથે પણ ઉગ્ર ચર્ચા થઈ હતી રાયનો કલેક્ટર સાથે પણ ઝઘડો થઈ ગયો હતો
બીજી બાજુ તૃણમૂલ કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ શનિવારે બનારસ પહોંચ્યું હતું પરંતુ તેમની એરપોર્ટ પર જ ધરપકડ કરી લેવામાં આવી હતી તે લોકો પણ સોનભદ્ર જવા માંગતા હતા પ્રતિનિધિમંડળમાં ત્રણ સાંસદ અને 2 ધારાસભ્યો છે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે એરપોર્ટ પર અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ આવ્યા છે સોનભદ્રના કમિશ્નરે જિલ્લામાં બહારના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને સમગ્ર ઘટનાનો રિપોર્ટ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપવામાં આવ્યો છે

કોંગ્રેસ મહાસચિવએ કહ્યું હતું કે, પ્રશાસન લોકોને મળતા રોકી રહ્યા છે જ્યારે પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે, પીડિત પરિવારને તેમના તરફથી જ લાવવામાં આવ્યા છે આ પહેલાં પ્રિયંકાએ કહ્યું હતું કે, મને પીડિત પરિવારને મળવા દેવામાં આવતી નથી હું તેમને મળ્યા વગર નહીં જાઉં પ્રિયંકા સોનભદ્ર હત્યાકાંડના પીડિતોને મળવા જવા માંગતા હતા પરંતુ પોલીસ પ્રશાસને તેમને શુક્રવારે મિર્ઝાપુર ગામમાં રોકી લીધા હતા ત્યારપછી પ્રિયંકાને ચુનાર ગેસ્ટ હાઉસમાં લાવવામાં આવ્યા હતા

પ્રિયંકા ગાંધી શુક્રવારે રાત્રે પણ ચુનાર ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા આ દરમિયાન તેમણે સતત ટ્વિટ કર્યા હતા તેમાં તેમણે કહ્યું હતું કે, જો પીડિતોને મળવા માટે સરકાર મને જેલમાં નાખવા માગતી હોય તો હું તેના માટે પણ તૈયાર છું હકીકતમાં પ્રિયંકા સોનભદ્ર હત્યાકાંડના પીડિતોને મળવા માગતા હતા પરંતુ પોલીસ અને પ્રશાસને શુક્રવારે મિર્ઝાપુરના નારાયણપુર ગામમાં જ તેમને રોકી લીધા હતા ત્યારપછી પ્રિયંકાને ચુનાર ગેસ્ટહાઉસ લઈ જવામાં આવ્યા હતા

બુધવારે સોનભદ્ર ગામમાં સરપંચ અને તેમના સમર્થકોએ આદિવાસીઓની જમીન પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો હતો વિરોધ કરતાં 10 આદિવાસીઓની હત્યા કરવામાં આવી હતી આ મામલો ધોરવાલ જિલ્લામાં 90 વિઘા વિવાદીત જમીનનો છે