Surprise Me!

મહિધરપુરામાં ઇલેક્ટ્રોનિકની બંધ દુકાનમાં આગ લાગી, ફાયર વિભાગે કાબુ મેળવ્યો

2019-07-23 102 Dailymotion

સુરતઃ મહિધરપુરા વિસ્તારમાં આવેલા પેરિસ પ્લાઝામાં આવેલી ઓમ ઈલેક્ટ્રોનિકની બંધ દુકાનમાં અચાનક મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી ઘટનાની જાણ થતા ફાયર વિભાગનીચાર ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી ગઈ હતી દુકાનમાં ઈલેક્ટ્રોનિકનો સામાન હોવાથી આગ ઝડપભેર પ્રસરી ગઈ હતી અને દુકાન બંધ હોવાથી ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો આગની ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા જેથી મહિધરપુરા પોલીસ પર ઘટના સ્થળે દોડી આવી હતીઅને લોકોના ટોળાને દૂર કર્યા હતાઆગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી જોકે, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે

Buy Now on CodeCanyon