નડિયાદ: વરસાદ ખેંચાતા ચારેબાજુ ચિંતાનો માહોલ વ્યાપ્યો છે અને વરૂણદેવને રીઝવવા માટે યજ્ઞ કરવામાં આવી રહ્યા છે, ત્યારે નડિયાદમાં રાંકડેશ્વર મહાદેવના શિવલિંગને પાણી અને બરફમાં ડૂબાડી સતત બે દિવસ સુધી મેઘરાજાને મનાવવાના અદભૂત પ્રયાસો થયા છે ઉપરાંત શહેરના પશ્ચિમ વિસ્તારમાં વૃષ્ટિ મહાયજ્ઞ કરીને પણ મેહુલિયાને વરસવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી