વડોદરાઃશહેરમાં દારૂ બીયરનો જથ્થો ઘૂસાડવામાં માટે બુટલેગરો દ્વારા અવનવા પ્રયોગો કરવામાં આવી રહ્યાં છે ટુંક સમય પહેલા વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નં-2 પરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તે પહેલા બાપોદ પોલીસે અમૂલ દૂધના ટેમ્પોમાં લઇ જવાતો દારૂ ઝડપી પાડ્યો હતો તથા ગત રોજ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે એસીની આડમાં લઇ જવાતો દારૂનો પકડી પાડ્યો હતો તેવામાં પાણીગેટ પોલીસે બાતમીના આધારે નેશનલ હાઇવે પરથી પ્લાસ્ટીકના દાણાની આડમાં લઇ જવાતો બીયરનો જથ્થો પકડી પાડ્યો છે