Surprise Me!

ડાંગમાં વઘઈ પાસે ગીરા નદી પરનો ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો

2019-07-29 1,098 Dailymotion

સુરતઃચોમાસામાં ડાંગનો વૈભવ સોળે કળાએ ખીલે છે અને એમાં પણ વઘઈ પાસે ગીરા નદી પર આવેલો જાજરમાન ધોધ આ વૈભવની પરાકાષ્ઠા સમાન છે વઘઈથી ચાર કિમીના અંતરે આવેલા ગીરા ધોધ પર અત્યારે 20 ફૂટ ઊંચેથી નદીનો ધસમસતો પ્રવાહ ખાબકે છે આ ધોધનો લયબધ્ધ ધ્વનિ છેક દૂરથી સાંભળી શકાય છે આ એક જ સ્થળે સાતથી આઠ ધોધ પડે છે દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો ધોધ નિહાળવા આવે છે અહીં નદી વળાંક લેતી હોવાથી ધોધને બરાબર સામેથી માણી શકાય છે ચોતરફ લીલીછમ હરિયાળીના લીધે ગિરા ધોધની સુંદરતા અનેકગણી વધી છે સુરતથી દોઢસો કિમીના અંતરે વઘઈ આવેલું છે ધોધના સ્થળેથી સાપુતારા આશરે 50 કિમી દૂર છે

Buy Now on CodeCanyon