Surprise Me!

મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં બે દિવસ ભારે વરસાદનું એલર્ટ, ગોદાવરી નદીમાં ગાયો તણાઈ

2019-07-30 881 Dailymotion

હવામાન વિભાગે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, તેલંગાણા અને નાગાલેન્ડમાં આગામી બે દિવસમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે સાથે જ મુંબઈમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે નાસિકમાં ગોદાવરી નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે <br /> <br />મંગળવારે હવામાન વિભાગે કહ્યું કે, આગામી 48 કલાકમાં ભારે વરસાદની સંભાવનાઓ છે હિમાચલ પ્રદેશના શિમલા, કુલ્લુ, મંડી અને કાંગડામાં ભારે પવન સાથે વરસાદ પડશે <br /> <br />અરબ સાગર તરફથી ભારે પવન ફુંકાવાની સંભાવનાઓઃહવામાન વિભાગ પ્રમાણે, ઉત્તર, મધ્ય અને દક્ષિણ-પશ્વિમી અરબ સાગર તરફથી 40-50ની ઝડપથી ભારે પવન ફુંકાવાની સંભાવનાઓ છે જેની અસર ઉત્તર-પૂર્વીય રાજ્ય નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા પર વધારે રહેશે અહીં આગામી બે દિવસોમાં ભારે વરસાદ થઈ શકે છે

Buy Now on CodeCanyon