જમ્મુ-કશ્મીરમાં જમ્મુ-શ્રીનગર હાઈવે પર ભૂસ્ખલન થવાથી એક વ્યક્તિ માટીની અંદર દબાઈ ગઈ હતી માત્ર માથું જ બહાર અને આખું શરીર માટીમાં દબાયેલું હોય તે રીતે ફસાયેલા આ યુવકની ભાળ પણ CRPFના ખોજી ડોગ અજેક્સીને મળી હતી ડોગના ભસવાનો અવાજ સાંભળીને ત્યાં પહોંચેલી જવાનોની ટીમે સહેજ પણ વિલંબ કર્યા વગર જ આજુબાજુની જગ્યાઓએ શોધખોળ આદરી હતી અજેક્સીના ભસવાના સિંગ્નલ પર ભરોસો રાખીને જવાનોએ પણ માટીની અંદર જોવાનું ચાલુ રાખ્યું હતું ત્યાંજમાટીમાં માથા સુધી દબાયેલા આ યુવકને જોઈને તરત જ સીઆરપીએફની 72મી બટાલિયને તેના બચાવ માટેનું રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધર્યું હતું જવાનોએ પાવડા સહિતનાં અન્ય ઓજારો સાથે સાવધાનીપૂર્વક ખોદવાનું ચાલુ કરવાની સાથે અર્ધબેહોશ યુવકને હિંમત પણ આપી હતી <br /> <br />ભારે મહેનતના અંતે આ યુવકને બહાર નીકાળવામાં સફળતા મળી હતી ફસાયેલા આ યુવકની ઓળખ લુઢવાલ ગામના પ્રદીપકુમાર તરીકે કરવામાં આવી છે જો કે આવી ભયંકર સ્થિતિમાં ફસાઈને મોતને નજર સામે જોઈ આવેલ આ યુવક આઘાતમાં સરી ગયો હતો સારવાર હેઠળ રાખવામાં આવેલ આ યુવકને એટલો આઘાત લાગ્યો હતો કે તે બોલી પણ નથી શક્યો તપાસમાં જાણવા મળ્યું હતું કે રાત્રે જ્યારે ભૂસ્ખલન થયું ત્યારે જ પ્રદીપકુમાર માટીમાં દટાઈ ગયો હતો <br /> <br />ઘટનાની જાણ થતાં જ આર્મીની ટીમ પણ સીઆરપીએફના જવાનોને મદદ કરવા માટે ત્યાં પહોંચી હતી સીઆરપીએફના જવાનોએ કરેલા દિલધડક રેસ્ક્યુનો વીડિયો સામે આવતાં જ અનેક લોકોએ તેમને દેવદૂત કહીને વખાણ્યા હતા તો અન્ય યૂઝર્સોએ તો આખી ઘટનાને ચમત્કાર જેવી ગણાવી હતી