Surprise Me!

અમરનાથ યાત્રા રોકવાના એક દિવસ પછી જ કિશ્તવાડની માછિલ યાત્રા પણ સ્થગિત કરવામાં આવી

2019-08-03 1 Dailymotion

જમ્મૂ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં 43 દિવસ લાંબી ચાલનારી માછિલ માતા યાત્રા પણ શનિવારે સ્થગિત કરી દેવામાં આવી હતી અધિકારીઓએ તેના માટે સુરક્ષાનું કારણ આપ્યું છે અધિકારીઓએ લોકોને યાત્રામાં નિકળી ગયેલા પ્રવાસીઓને પાછા ફરવાની તૈયારી કરવા જણાવ્યું છે શુક્રવારે અમરનાથ યાત્રાના માર્ગ પર પાકિસ્તાનમાં બનેલા લેન્ડમાઇન અને અમેરિકન સ્નાઇપર ગન મળ્યા બાદ યાત્રાને રોકી દેવામાં આવી હતી <br /> <br />કિશ્તવાડના ડેપ્યુટી કમિશ્નર અંગરેજ સિંહ રાણાએ ન્યૂઝ એજન્સીને કહ્યું, - સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખીને યાત્રાને તાત્કાલિક પ્રભાવથી સ્થગિત કરવામાં આવી છે આ યાત્રા 25 જુલાઇના શરુ થઇ હતી તે 5 સપ્ટેમ્બરના સમાપ્ત થાય છે

Buy Now on CodeCanyon