Surprise Me!

72 વર્ષ બાદ શ્રદ્ધાળુઓ માટે ગુરુદ્વારા ખોલવામાં આવ્યું, ભારતીયો પણ પ્રાર્થના કરી શકશે

2019-08-03 7,271 Dailymotion

ભાગલાના 72 વર્ષ બાદ પંજાબ પ્રાંતના ઝેલમ જિલ્લામાં સ્થિત એક ઐતિહાસિક ગુરુદ્વારા ચોવા સાહિબને શુક્રવારે શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યું હતું તેનું નિર્માણ 1834માં મહારાજા રણજીતસિંહે કરાવ્યું હતું 1947માં ભારત-પાક વિભાજન દરમિયાન અહીં રહેનારા સિખ સમુદાયના લોકો પલાયન કરી ગયા હતા ત્યારબાદ સરકારી રખરખાવના અભાવમાં આ ગુરુદ્વાર સંપૂર્ણ રીતે બંધ હતું <br /> <br />નવેમ્બરમાં ગુરુનાનકદેવની 550મી જયંતીને ધ્યાનમા રાખીને પાકિસ્તાન સરકારે આ નિર્ણય લીધો છે હવે ભારત અને પાકિસ્તનના સિખ શ્રદ્ધાળુ આ ગુરુદ્વારામાં દર્શન માટે જઇ શકશે અધિકારીઓ અને સિખ સમુદાયના લોકોની હાજરીમાં એક સમારોહ દરમિયાન આ ગુરુદ્વારા ખોલવામાં આવ્યું હતું

Buy Now on CodeCanyon