Surprise Me!

લોકો પર આડેધડ ગોળીબાર કરનારનું માત્ર 30 જ સેકન્ડમાં પોલીસે ઢીમ ઢાળી દીધું

2019-08-06 1 Dailymotion

અમેરિકાના ઓરગન જિલ્લાના ઓહિયોમાં એક અજ્ઞાત શખ્સે આડેધડ ફાયરિંગ કરીને 10 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા આ હુમલામાં 20કરતાં પણ વધુ લોકો ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે 4 ઓગસ્ટે રાત્રે હાથમાં બંદૂક, મોંઢે માસ્ક અને શરીરે બૂલેટપ્રૂફ જેકેટ પહેરીને અજાણ્યાશખ્સે નાઈટક્લબના વિસ્તારમાં ધડાધડ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું હિચકારા હુમલાથી બચવા માટે અનેક લોકોએ નાઈટક્લબ તરફદોટ મૂકી હતી હુમલાખોરે પણ તેમની પાછળ જ ગોળીબાર કરીને તેમનો પીછો કર્યો હતો સદનસીબે તે વધુ લોકોને ગોળીઓ મારીને મોતને ઘાટઉતારે તે પહેલાં જ પેટ્રોલિંગ કરતી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી માત્ર 30 જ સેકન્ડમાં બાહોશ પોલીસ અધિકારીઓએ તેના પર ફાયિરંગ <br />કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો ડેટોન પોલીસે પણ આ સર્વેલન્સ ફૂટેજ જાહેર કરીને જણાવ્યું હતું કે અજાણ્યા હુમલાખોરનું નામ કોનોરબેટ્સ હતું તો સાથે જ આ હુમલામાં તેણે તેની બહેનને પણ મોતને ઘાટ ઉતારી હતી

Buy Now on CodeCanyon