Surprise Me!

સુષમા સ્વરાજના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપતા મોદી-અડવાણી, રામગોપાલ યાદવ રડી પડ્યા

2019-08-07 2,138 Dailymotion

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા તેમના જવાથી સમગ્ર દેશમાં શોકની લાગણી છે સુષમા સ્વરાજના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે પોલિટિકલ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ અને પ્રશંસકોની તેમના ઘરે સવારથી જ જમાવડો છેપીએમ મોદીએ પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી પીએમ મોદી સુષમા સ્વરાજના પરિવારને મળતા સમયે ભાવુક થઈ ગયા હતા તેમની આંખો આંસૂથી છલકાઈ આવી હતી તેમની સાથે બીજેપીના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી પણ હતા જેઓ પણ પોતાના આંસૂઓને રોકી શક્યા ન હતા તેવી જ રીતે સમાજવાદી પાર્ટીના સાંસદ રામગોપાલ વર્મા પણ ભાવુક થઈ ગયા હતા તો રાત્રે એઇમ્સમાં ગયેલા કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ પણ આ સમાચાર સાંભળી રડી પડ્યા હતા

Buy Now on CodeCanyon