પાલનપુર: અંબાજી પંથકમાં આજે સાંજના સુમારે વરસાદનું ભારે ઝાપટું પડતા દાંતા તરફથી અંબાજી આવી રહેલી એક એશન્ટ કારને અકસ્માત નડ્યો હતો ડ્રાઈવરે કારના સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા કાર તળાવમાં ખાબકી હતી <br />અંબાજીથી જતી જીજે02 બીડી 5003 નંબરની એશન્ટ કારમાં 7 મુસાફરો સવાર હતા જે અંબાજીથી માત્ર એક કિલોમીટર દૂર જ વરસાદનું ભારે ઝાપટું પડ્યું હોવાથી કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડ સાઈડે આવેલા એક ઊંડા તળાવમાં ખાબકી હતી જોકે આ ઘટનાને તે માર્ગ પર સ્થાનિક માર્બલના વેપારીઓને મજૂરોએ પ્રયતક્ષ ઘટનાને જોતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ તળાવમાં ખાબકેલી કારના કાચ તોડીને 7 એ મુસાફરોને બહાર કાઢ્યા હતા જોકે કાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી