Surprise Me!

પૂર્વ મુખ્યમંત્રી ચામલિંગને છોડીને SDFના તમામ 13 ધારાસભ્ય ભાજપમાં જોડાશે

2019-08-13 1 Dailymotion

સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) નેતા અને પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગને છોડીને પાર્ટીના તમામ ધારાસભ્યો અને અન્ય સભ્ય ભાજપમાં સામેલ થશે સદસ્યતા ગ્રહણનો કાર્યક્રમ સોમવારે યોજાઈ શકે છે આ વર્ષે લોકસભાની સાથે સિક્કીમ વિધાનસભાની ચૂંટણી થઈ હતી ચૂંટણીમાં ચામલિંગ પોતાની 25 વર્ષની સત્તા બચાવી શક્યા ન હતા <br /> <br />ચામલિંગ 1994થી 2019 સુધી રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા 68 વર્ષના પવન સતત સૌથી વધારે સમય સુધી મુખ્યમંત્રી રહેનારા એકમાત્ર નેતા છે તેમની 26 વર્ષ જુની પાર્ટીને 6 વર્ષ પહેલા બનેલી સિક્કીમ ક્રાંતિકારી પાર્ટીએ હરાવી હતી વિધાનસભાની 32 બેઠકોમાંથી SDFને 15 અને એસકેએમને 17 બેઠકો મળી હતી રાજ્યમાં સત્તા માટે 17 બેઠકો હોવી જરૂરી છે

Buy Now on CodeCanyon