ભારતીય વાયુસેનાના કમાન્ડર અભિનંદન વર્તમાનને સ્વતંત્રતા દિવસે વીર ચક્રથી સન્માનિત કરવામાં આવશે તેમની સાથે જ સ્ક્વાડ્રન લીડર મિન્ટી અગ્રવાલને પણ યુદ્ધ સેવા પદકથી સન્માનિત કરવામાં આવશે <br /> <br />અભિનંદને 27 ફેબ્રુઆરીએ મિગ-21 બિસનથી પાકિસ્તાનના એફ-16 વિમાનનો પીછો કરીને એક વિમાન તોડી પાડવામાં આવ્યું હતું ત્યારપછી તેમનું વિમાન એક મિસાઈલનું ટાર્ગેટ બન્યું હતું અને તે નષ્ટ થાય તે પહેલાં અભિનંદન વિમાનમાંથી નીકળી ગયા હતા અને ત્યારપછી પાકિસ્તાનના એક વિસ્તારમાં ફસાઈ ગયા હતા <br /> <br />જોકે ભારતના દબાણને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને વર્તમાનને છોડી દેવો પડ્યો હતો પાકિસ્તાની સેનાએ અભિનંદનની ધરપકડ કરી લીઘી હતી પરંતુ 60 કલાક પછી જ તેમને વાઘા બોર્ડર પર ભારતને પરત કરી દેવામાં આવ્યા હતા વીર ચક્ર ભારતમાં યુદ્ધ સમયે આપવામાં આવતું ત્રીજુ સર્વોચ્ચ સન્માન છે
