આજે સમગ્ર દેશ 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પર સતત છઠ્ઠી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો તો ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને ધ્વજ વંદન કર્યું હતુ અમિત શાહે ધ્વજવંદન બાદ પોલીસકર્મીઓ, જવાનો, કમાન્ડો અને સુરક્ષાકર્મીઓને સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા આપી મીઠાઈ આપી હતી
