પંચમહાલઃ પંચમહાલ જિલ્લાના શહેરામાં 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારના પશુ પાલન મંત્રી બચુ ખાબડે ભાંગરો વાટ્યો છે બચુ ખાબડે જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે 7 દાયકાથી સળગતા કાશ્મીર પ્રશ્નને 170ની કલમ રદ્દ કરીને હલ કર્યો છે ત્યાર બાદ પત્રકારો સાથેની વાતચીતમાં બચુ ખાબડે અમિત શાહને બદલે નીતિન પટેલને દેશના ગૃહમંત્રી ગણાવ્યા હતા