Surprise Me!

મહાકાય ગેંડો સફારી જીપની પાછળ દોડ્યો, અડધો કિમી સુધી દોડપકડ ચાલી હતી

2019-08-17 222 Dailymotion

સાઉથ આફ્રિકાના જાણીતા કૃગર નેશનલ પાર્કની અડોઅડ આવેલા સબી સેન્ડ વાઈલ્ડલાઈફ પાર્કમાં શોકિંગ કહી શકાય તેવો ઘટનાક્રમ સર્જાયો હતો વીડિયોમાં પણ જોઈ શકાય છે કે મહાકાય ગેંડો ભૂરાંટો થઈને સફારી જીપની પાછળ દોટ મૂકે છે સહેલાણીઓ પણ આ હિંસક બનેલા પ્રાણીથી બચવા માટે જીપ ભગાવે છે જો કે, આ ગેંડાએ પણ જીપની પાછળ જ દોડવાનું ચાલુ રાખ્યું હતું જેના કારણે અંદર સવાર સહેલાણીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા ગેંડાના હુમલાથી બચવા માટે તેઓએ ચીસાચીસ કરી હતી જો કે તેની પણ આ ગેંડા પર કોઈ જ અસર થઈ નહોતી કોઈ કારણોસર રોષે ભરાયેલા આ ગેંડાએ પણ જીપના પાછળ અંદાજે અડધા કિલોમીટર સુધી પીછો કરતાં જ પ્રવાસીઓને પણ મોત દેખાઈ ગયું હતું <br />રિઆન બોશોફ નામના ફાઈનાન્શિયલ સલાહકારે આ વીડિયો રેકોર્ડ કર્યો હતો તેઓ કેટલાક મિત્રોની સાથે અહીં વાઈલ્ડલાઈફના દર્શન કરવા ગયા ત્યારે તેમનો ભેટો આ ગેંડા સાથે થઈ ગયો હતો તમને જણાવી દઈએ કે દુનિયાના સૌથી કદાવર સસ્તન પ્રાણીમાં ત્રીજા નંબરે ગેંડાનો સમાવેશ થાય છે જેનું વજન આશરે 2000 કિલો જેટલું હોય છે સાથે જ તે 40 કિમી/ કલાકની ઝડપે દોડી શકે છે

Buy Now on CodeCanyon