Surprise Me!

અકસ્માતમાં બંને પગ ગુમાવનાર યુવકના પ્રેમમાં પડી યુવતી, ઈમોશનલ લવસ્ટોરીએ લોકોનાં દિલ જીત્યાં

2019-08-17 611 Dailymotion

આ અનોખી પ્રેમકહાની છે શી શિયાઓરાંગ અને ડૂ વેઈની છ વર્ષ અગાઉ વેઈએ કાર અકસ્માતમાં તેના બંને પગ ગુમાવી દીધા હતા લગભગ બે વર્ષ સુધી તે દવાખાનામાં સારવાર હેઠળ દાખલ હતા આ ગમખ્વાર અકસ્માતના કારણે વેઈના માતાપિતા પણ તેના સુંદર ભવિષ્યની આશા ગુમાવી ચૂક્યા હતા પરંતું ત્યાં જ વેઈના જીવનમાં શીના આવવાથી એક નવી જ આશાનો સંચાર થયો હતો શી શિયાઓરાંગ પણ વેઈની હિંમત અને જીવન પ્રત્યેના સકારાત્મક અભિગમની તેના પ્રેમમાં પડી ગઈ હતી 2017માં પરિવારના વિરોધ વચ્ચે બંનેએ લગ્ન પણ કરી લીધાં હતાંઆ કપલનું કહેવું છે કે તેઓ ભવિષ્યનો ડર રાખીને તેમનો વર્તમાન ખરાબ કરવામાં નથી માનતાં વેઈ પણ હવે સોશિયલ મીડિયામાં લાઈવ સ્ટ્રીમિંગ કરીને પોતાની કહાની અનેક લોકોને સંભળાવે છે વેઈના મુખેથી દિલને સ્પર્શી જાય તેવી કહાનીઓ સાંભળીને હવે તેમની સાથે 20 લાખ કરતાં પણ વધુ ફોલોઅર્સ જોડાઈ ચૂક્યા છે આજે આ કપલ પણ તેમના બે સંતાનો સાથે ખુશખુશાલ જીવન જીવી રહ્યું છે

Buy Now on CodeCanyon