કર્ણાટકમાં ભાજપ સરકાર બન્યાના 25 દિવસ બાદ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના મંત્રીમંડળની રચના થઈ છે રાજ્યપાલ વજુભાઈવાળાએ મંગળવારે 17 ધારાસભ્યોને કેબિનેટ મંત્રી પદના શપથ લેવડાવ્યા છેરાજ્યમાં JDS-કોંગ્રેસ સરકાર સત્તા પરથી હટ્યા બાદ યેદિયુરપ્પાએ 26 જુલાઈના રોજ એકલા મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા 29 જુલાઈએ બહુમતી સાબિત કરી હતી <br /> <br />સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ અધ્યક્ષ અને ગૃહ મંત્રી અમિત શાહ સાથે ચર્ચા બાદ 17 ધારાસભ્યોની પસંદગી કરવામાં આવી છે સોમવારે યેદિયુરપ્પાએ અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત પણ કરી હતી કોણે કઈ જવાબદારી મળશે, તે હજુ સ્પષ્ટ નથી