આયુષ્યમાન ખુરાનાની અપકમિંગ ફિલ્મ ડ્રીમગર્લનું સેકન્ડ સોન્ગ પણ રિલીઝ કરવામાં આવ્યું છે આ ગીતમાં આયુષ્યમાન કોલસેન્ટરમાં કામ કરનારી યુવતી પૂજાના રોલમાં જોવા મળ્યા છે, જે ફોન પર વાત કરીને તેના અવાજના દિવાનાઓનાં દિલ બહેલાવે છે પૂજાના રોલમાં આયુષ્યમાને દિલ કા ટેલીફોન હૈ બજતા રિંગ રિંગ ગાયું છે આ ગીતમાં મીત બ્રધર્સ, જોનિતા ગાંધી અને નક્કાશ અજીજએ તેમનો અવાજ આપ્યો છે આની ખાસિયત એ છે કે તેમાં આયુષ્માને જ પૂજાના રોલ માટે ડબિંગ કર્યું છે આ ફિલ્મ ડ્રીમગર્લ 13 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે