Surprise Me!

લિંબાયતમાં દીકરાને લઈને જતા વેપારીના ગળામાંથી બે બાઈક સવારે અછોડો તોડ્યો, CCTV

2019-08-21 1,588 Dailymotion

સુરતઃ શહેરમાં ચેઈન સ્નેચરોનો આતંક વધી રહ્યો છે લિંબાયતમાં દીકરાને ચોકલેટ અપાવવા માટે જતા વેપારીના ગળામાંથી બે બાઈક સવારોએ અછોડો તોડી ફરાર થઈ ગયા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે <br /> <br />મળતી માહિતી પ્રમાણે, લિંબાયત વિસ્તારમાં આવેલી પ્રમુખ અરણ્ય સોસાયટીમાં મૂળ રાજસ્થાનના આલોક કૈલાશચંદ્ર ભટર(ઉવ31) પરિવાર સાથે રહે છે અને કાપડનો વેપાર કરે છે ગત રોજ બપોરે દીકરાને ચોકલેટ અપવવા માટે જઈ રહ્યા હતા દરમિયાન પાછળથી બે બાઈક સવાર ઘસી આવ્યા હતા અને 2 તોલાનો પેન્ડલ સાથેનો 54 હજારનો ચેઈન તોડી ફરાર થઈ ગયા હતા દીકરાને ખભ્ભે તેડીને બાઈક સવારોને પકડવા માટે પીછો કર્યો હતો જોકે, બાઈક સવાર ફરાર થઈ ગયા હતા આલોકે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ ધરી છે

Buy Now on CodeCanyon