પૂર્વ મુખ્યમંત્રી ડો જગન્નાથ મિશ્રાના બુધવારે રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા લાંબા સમયથી બીમારી સામે લડી રહેલા જગન્નાથ મિશ્રાનું સોમવારે નિધન થયું હતું અંતિમ સંસ્કાર સમયે જ્યારે મિશ્રાને ગાર્ડ ઓફ ઓનર આપતી વખતે 22 જવાનોએ થ્રી નોટ થ્રી રાઈફલથી હવામાં ફાયર કરવાનો પ્રયાસ કર્યો તેમાંથી એક પણની બંદૂકમાંથી ગોળી છૂટી ન હતી આ સમયે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર,સુશીલ મોદી પણ હાજર રહ્યા હતા <br /> <br />ગાર્ડ ઓફ ઓનર દરમિયાન પહેલા પ્રયાસમાં ગોળી ન છૂટી તો જવાનોએ તેમની રાઈફલ અને ગોળીની તપાસ કરી ત્યાં હાજર અધિકારીઓએ પણ તપાસ કરી જવાનોએ જ્યારે ફરી ફાયર કર્યુ તો પણ ગોળી છૂટી ન હતી ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનર વિના જ મિશ્રાના અંતિમ સંસ્કાર કરાયા હતા