સુરતઃભેસ્તાન વિસ્તારમાં આવેલી જર્જરીત સરસ્વતી કોલોનીમાં જીવના જોખમે રહેવા મજબૂર રહિશોએ અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો આવાસના રહિશો યુનિવર્સિટી રોડ પર બની રહેલા મેયરના બંગલા પાસે પહોંચી ગયા હતાં જ્યાં વિરોધ પ્રદર્શિત કરતાં લોકોને પોલીસે સમજાવીને રવાના કર્યા હતાં <br /> <br />સરસ્વતી કોલોનીના રહિશોએ જણાવ્યું હતું કે, અમને જાણવા મળ્યા મુજબ અમારા આવાસ બનાવનાર અને મેયરનો બંગલો બનાવનાર કોન્ટ્રાક્ટર એક જ છે તેથી અમારા આવાસ નબળા બનાવનારને મેયરનો બંગલો પણ નબળો જ બનાવે છે કે કેમ તે તપાસ કરવાની સાથે સાથે પાલિકાની આંખ ખોલવા માટે કે અમે કેવી સ્થિતિમાં રહેવા મજબૂર છીએ તે અંગે અમારી સાથે યોગ્ય કરવામાં આવે તેવી જ માંગ હોવાનું વધુમાં ઉમેર્યું હતું