Surprise Me!

શ્રાવણના છેલ્લા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા ભાવિકોની ભીડ, લાઇન લાગી

2019-08-26 204 Dailymotion

સોમનાથ: શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે ત્યારે સૌરાષ્ટ્રભરના શિવાયલોમાં વહેલી સવારથી જ ભાવિકોથી ઉભરાય ગયા છે પૂજા-અર્ચના કરી મહાદેવના આશિર્વાદ મેળવી રહ્યા છે સોમનાથમાં આજે દર્શન માટે લાંબી લાઇન લાગી છે દેશમાં12 જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરમાં ભક્તોની ભીડ જામી છે સોમનાથ મંદિર આમ તો બારેમાસ ભક્તોથી છલકાતું હોય છે, પરંતુ શ્રાવણ મહિનામાં અહીં દર્શનાર્થીઓની સંખ્યા વધી જતી હોય છે તેમાં પણ આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હોય સોમનાથ મંદિરે વહેલી સવારથી જ ભક્તોની કતારો લાગી હતીદિવસનું અજવાળુ થાય તે પહેલા જ ભક્તો લાઈન લગાવવા માટે મંદિર પરિસરમાં પહોંચી ગયા હતા દર સોમવારે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા નીકળે છે તેમ આજે પણ પાલખીયાત્રા નીકળી હતી અને હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા

Buy Now on CodeCanyon