Surprise Me!

વલ્લભીપુર: નદીમાં ન્હાવા પડેલા 10 લોકો ડૂબ્યા, એક જ પરિવારનાં 5 સભ્યનાં મોત

2019-08-27 2,299 Dailymotion

ભાવનગર: વલ્લભીપુર તાલુકાના જુના રતનપર ગામમાં નદીમાં ન્હાવા પડેલા 10 વ્યક્તિ ડૂબી ગયા હતા જેમાંથી એક જ પરિવારના 5 લોકોનાં મોત થયા છે જ્યારે 5 લોકોને સ્થાનિક તરવૈયાની મદદથી બચાવી લેવામાં આવ્યા છે રતનપર ગામનાં દેવીપૂજક સમાજના ખેત મજૂરો બપોરે ભોજન લીધા બાદ ચાડા ગામેથી પસાર થતી કેરી નદીના ખાડામાં ભરાયેલા ખાડામાં નાહવા પડ્યા હતા જેમાંથી તમામ ડૂબવા લાગતા સ્થાનિક તરવૈયાઓની મદદથી 5ને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે પાંચ લોકોનાં મોત થયા હતા મૃતકોમાં 3 પુરૂષ અને 2 મહિલાનો સમાવેશ થાય છે હાલ પાંચેયના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા છે

Buy Now on CodeCanyon