કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે ભારતના નકશાને ફરી બનાવી તેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(POK)સાથે ગિલગીટ- બાલ્ટિસ્તાનને પણ સામેલ કરવાની અપીલ કરી છે અનુચ્છેદ 370 નાબૂદ થયા બાદ ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું હતું કે, હવે જમ્મુ કાશ્મીરમાં પીઓકે અને એક્સાઈ ચીન પણ સામેલ છે <br /> <br />એક કાર્યક્રમમાં જિતેન્દ્ર સિંહે કહ્યું કે, આપણે આપણી હદની વાત કરીએ છીએ, જે આપણી છે જ નહીં આપણી હદ તો તેમના કરતા ઘણી વધારે છે જ્યારે ભારતનો નકશો ફરી બનાવવામાં આવ તો તેમા ફક્ત પીઓકે જ નહીં, પણ ગિલગીટ- બાલ્ટિસ્તાનને પણ સામેલ કરવા જોઈએ