જન્માષ્ટની મજામાં વધારો કરવાના આશયથી વિજયગીરી બાવા 23 ઓગષ્ટે સીનેમા ઘરોમાં ગુજરાતી ફિલ્મ "મોન્ટુની બિટ્ટુ' લઈને આવ્યા છેઅક્ષય કુમારની ફિલ્મ "િમશન મંગલ' સામે આ ગુજરાતી ફિલ્મ મિશન મનોરંજન થકી ટક્કર આપી રહી છેઅમદાવાદની પોળમાં પાંગરતી પ્રેમ કહાની અને સમાંતર અન્ય કહાનીઓ પણ રાઈટર રામ મોરીએ એક અલગ અંદાજમાં કહી છેમોન્ટુના રોલમાં મૌલિક નાયક તો બિટ્ટુના રોલમાં આરોહી પટેલે શાનદાર અભિનય કર્યો છેસાથે-સાથે મેહુલ પરમાર અભિનવના રોલમાં તો હેમાંગ શાહે દડીના રોલમાં કમાલનો અભિનય કરી દર્શકોની તાળીઓના હક્કદાર બન્યા છેતો દસ વર્ષ પછી કમબેક કરનાર પિંકી પરીખે જમનામાસીના રોલમાં જબ્બર અભિનય કરી સાબિત કર્યું છે કે ઓલ્ડ ઈઝ ગોલ્ડફિલ્મ રિવ્યૂની વાત એક લાઈનમાં કહેવી હોય તો જોવા જેવી ફિલ્મ છે કેમકે અભિનેતા મનોજ જોષીથી માંડી સામાન્ય દર્શકોના રિવ્યૂ પણ સારા છે
