Surprise Me!

પ્રાચીન શોધને આધુનિકતા સાથે ન જોડી શકવી એ આપણું દુર્ભાગ્યઃ મોદી

2019-08-30 244 Dailymotion

વિજ્ઞાન ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ પુરસ્કારનું વિતરણ કર્યું છે પીએમ મોદીએ કહ્યું કે, આયુષ મંત્રાલયમાં લદ્દાખની ચિકિત્સા પદ્ધતિ સોવા-રિગ્પાને પણ સામેલ કરાઈ છે આજે મને યોગના સાધકો, યોગની સેવા કરનારાઓ અને દુનિયાભરમાં યોગનો પ્રચાર પ્રસાર કરતા સાથીઓ અને સંગઠનોને પુરસ્કાર આપવાની તક મળી છે પુરસ્કાર મેળવનાર તમામ સાથીઓને હું શુભેચ્છા પાઠવું છું આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, સિદ્ધ, યૂનાની અને હોમિયોપેથી પછી ‘સોવા-રિગ્પા’પરિવારનું છઠ્ઠું સભ્ય બની ગયું છે આ માટે હું મંત્રીજી અને તેમના ડિપાર્ટમેન્ટને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું <br /> <br />સંશોધનોને આધુનિકતા સાથે જોડવામાં નિષ્ફળ નિવડ્યાઃંમોદી-​તેમણે કહ્યું કે, આપણી પાસે હજારો વર્ષ જુંનું સાહિત્ય છે, વેદોમાં ગંભીર બિમારીઓના ઈલાજ લખાયેલા છે પરંતુ આપણું દુર્ભાગ્ય છે કે આપણે આપણા જુના સંશોધનોને આધુનિકતા સાથે જોડવામાં નિષ્ફળ નિવડ્યા છીએ છેલ્લા પાંચ વર્ષથી અમે આ સ્થિતીને બદલાના પ્રયાસોમાં લાગી ગયા છીએ

Buy Now on CodeCanyon