Surprise Me!

મહારાષ્ટ્રના ધૂલેમાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, 20 લોકોના મોત; 10 કિમી દૂર વિસ્ફોટનો અવાજ સંભળાયો

2019-08-31 3,303 Dailymotion

મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના શિરપુર તાલુકાના વાઘાડી ગામની નજીક આવેલી કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે આ બનાવમાં 20 લોકોના મૃત્યું થયા છે 22 લોકો ઘાયલ થયા છે ફેક્ટરીમાં 70 લોકો ફસાયેલા છે દુર્ઘટનાને પગલે શિરપૂર તાલુકામાં હડકંપ મચી ગયો છે આ વિસ્ફોટ એટલે પ્રચંડ હતો કે 10 કિલોમીટર સુધીના ગામો સુધીનો તેનો અવાજ સંભળાયો હતો સ્થાનિકોના મતે આ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો ત્યારે 100થી વધુ લોકો તેમા કામ કરી રહ્યા હતા જેથી મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે 108ની 25 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે રાહત કામગીરીમાં જોડાઈ છે ત્રણ જિલ્લા ધુલે, જલગાંવ અને નંદુરબાર તથા મધ્યપ્રદેશની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે છે અત્યાર સુધી બે પ્રચંડ વિસ્ફોટ થયા છે

Buy Now on CodeCanyon