વડોદરાઃ વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં લવજેહાદની ઘટનામાં સ્કૂલ વાન ચાલક યુવાને ધો-12ની વિદ્યાર્થિનીને દવા પીને મરી જવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું મકરપુરા પોલીસે આરોપી યુવાનની ધરપકડ કરી હતી આરોપી યુવાને વડોદરાના લાલબાગ બ્રિજ પાસે વિદ્યાર્થિનીને આલિંગન આપતો સેલ્ફી વીડિયો ઉતાર્યો હતો આ વીડિયો યુવકે શોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો જેથી પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે
