Surprise Me!

પ્રતિબંધિત સંગઠન SIMIના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શાહિદ બદ્રની ધરપકડ

2019-09-06 17,477 Dailymotion

પ્રતિબંધિત સંગઠન ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા (SIMI)ના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો શાહિદ બદ્રની ગુજરાત પોલીસે ગુરૂવારે રાત્રે ઉત્તર પ્રદેશના આજમગઢ જિલ્લામાંથી ધરપકડ કરી હતી શાહિદ બદ્ર પર વર્ષ 2001માં ઉશ્કેરણીજનક ભાષણ આપવા મામલે કચ્છ જિલ્લાના ભુજ-એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી <br /> <br />ડો શાહિદ બદ્ર ઉત્તર પ્રદેશના મનચોભા ગામનો રહેવાસી છે અને પુત્ર બદરે આલમ શહેરની બદરકા કર્બલા મેદાન નજીક દવાખાનુ ધરાવે છે તેમના જણાવ્યો અનુસાર તેઓ નિત્યક્રમ પ્રમાણે જ ગુરૂવારે સાંજે પોતાનુ દવાખાનુ બંધ કરી ઘરે જઇ રહ્યા હતા ત્યારે રાત્રે 8 વાગ્યે ગુજરાત પોલીસ તેમના ઘરે પહોંચી હતી અને વોરંટના આધારે ધરપકડ કરી સ્થાનિક પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી જ્યાંથી હવે તેને ગુજરાત લાવવામાં આવશે

Buy Now on CodeCanyon