Surprise Me!

ટ્રાન્સજેન્ડર રાની કિરણ દેશની પ્રથમ ફાઈવ-સ્ટાર રેટેડ કેબ ડ્રાઇવર બની

2019-09-07 1 Dailymotion

ઓરિસ્સાના પુરી શહેરની રાની કિરણ દેશની પ્રથમ ટ્રાન્સજેન્ડર કેબ ડ્રાઇવર બની છે મલ્ટિનેશનલ ટ્રાન્સપોર્ટ કંપની ઉબર કંપનીમાં તે જોડાઈ છે રેલવે સ્ટેશન અને ટ્રાફિક સિગ્નલ પર પૈસા માગીને જીવન જીવવા બદલે રાનીએ મહેનત કરીને કમાવાનું વિચાર્યું છે <br /> <br />આની પહેલાં તે રિક્ષા ડ્રાઇવર હતી સમાજ દ્વારા તેને કોઈ પણ પ્રકારનો સપોર્ટ પણ મળ્યો નહોતો અમુક સમય પછી તેણે રિક્ષા ચલાવવાનું મૂકી દીધું ત્યારબાદ તેણે પુરી શહેરની રથ યાત્રામાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે સેવા આપી હતી રાનીએ કહ્યું કે, વર્ષ 2016થી મેં રિક્ષા ચલાવવાનું શરુ કર્યું, પણ તેનાથી મને કોઈ ફાયદો થયો નહીં લોકોને મારી રિક્ષામાં બેસવું ગમતું નહોતું પણ 2017માં મેં રથ યાત્રામાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે સેવા આપી

Buy Now on CodeCanyon