રાજકોટ:વરસાદને કારણે તૂટી ગયેલા રોડ-રસ્તાના વિરોધમાં કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે આજે કોંગ્રેસના કોર્પોરેટરોએ બેનરો સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આ સાથે જ કોંગી કોર્પોરેટરોએ મનપાને 50 કરોડનો જનતા મેમો આપી પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો કોંગ્રેસે આક્ષેપ કરતાં કહ્યું કે મનપાએ લોકોનાં પૈસાનો વ્યય કર્યો છે મનપા લોકોનાં પૈસા પાછા આપેમહત્વનું છે કે શહેરમાં આ સિઝનનો 51 ઈંચ વરસાદ પડતાં 50 કરોડનાં રોડ-રસ્તાને નુકસાન થયું હોવાનું મનપાના સર્વેમાં સામે આવ્યું છે <br /> <br />કોંગ્રેસ બાલિશ કાર્યક્રમો આપી રહી છે-ઉદય કાનગડ <br />સમગ્ર મામલે મનપા સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદય કાનગડે નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસ બાલિશ કાર્યક્રમો આપે છે રાજ્યમાં અને દેશમાં કોંગ્રેસની સ્થિતિ કફોડી છે જેથી તેઓ આ પ્રકારના કાર્યક્રમો કરે છે આ સાથે જ કહ્યું કે દિવાળી સુધીમાં તમામ રોડ-રસ્તા સારા થઈ જશે અને સરકારે ખાતરી આપી છે