Surprise Me!

શિક્ષિકાની બદલી થતાં આખી શાળા હીબકે ચડી, વિદ્યાર્થિનીઓએ તેમને રોકવા માટે કાકલૂદી કરી

2019-09-08 84 Dailymotion

સોશિયલ મડિયામાં અનેક પ્રકારના વીડિયો વાઈરલ થાય છે, કોઈ તેના અજીબોગરીબ વર્તનથી વાઈરલ થાય તો કોઈ એવા પણ હોય જેમણે કરેલાપ્રેરક કામના કારણે છવાઈ જાય છે હરિયાણાના કરનાલમાં આવેલા અંજનથળી ગામની શાળાનો એક ઈમોશનલ વીડિયો વાઈરલ થયો છે વીડિયોમાં પણજોઈ શકાય છે કે એક શિક્ષિકાના વિદાય સમારંભ બાદ કઈ રીતે આખી શાળા તેમને રોકવા માટે હીબકે ચડી હતી શાળામાં હિન્દી વિષય ભણાવતાંઆ મેડમની અન્ય શાળામાં બદલી થઈ હતી હવે ફરી વાર મેડમના હાથ નીચે નહીં ભણવા મળે તે વાત વિચારીને જ શાળાની વિદ્યાર્થિનીઓએ પોક મૂકી હતી <br />તેમને જતાં જોઈને ધ્રૂસકે-ધ્રૂસકે રડતી આ બાળકીઓનું આવું વહાલ જોઈને અન્ય શિક્ષકો પણ આંખોમાંથી આવતું પાણી રોકી શક્યા નહોતા વીડિયોના અંતમાં તો શિક્ષિકા પોતેપણ રડવા લાગ્યાં હતાં જે જોઈને લોકોએ પણ કહ્યું હતું કે વિદાયની આ વેળા ખરેખર બાળકો અને મેડમ માટે વસમી છે

Buy Now on CodeCanyon