Surprise Me!

9/11 હુમલાની 18મી વરસીએ કાબુલમાં અમેરિકન દૂતાવાસ પાસે બ્લાસ્ટ

2019-09-11 3,197 Dailymotion

અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર (ડબ્લ્યૂટીસી) પર 11 સપ્ટેમ્બર 2001માં થયેલા હુમલાની 18મી વરસી પર કાબુલમાં અમેરિકન દૂતાવાસ પાસે બુધવારે વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો હજી સુધી કોઈ આતંકી સંગઠને આની જવાબદારી લીધી નથી પ્રત્યદર્શીઓના જણાવ્યા પ્રમાણે, બ્લાસ્ટની જગ્યાએ ધુમાડો ઉડતો જોવા મળ્યો હતો ન્યૂઝ એજન્સી શિન્હુઆએ જણાવ્યું કે, આ એક પ્રકારનો રોકેટ બ્લાસ્ટ હતો <br /> <br />આ બ્લાસ્ટ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તાલિબાન નેતાઓ સાથે શાંતિ મંત્રણા રદ કર્યાના નિર્ણય પછી કરવામાં આવ્યો છે આ મંત્રણા 8 સપ્ટેમ્બરે કેંપ ડેવિડમાં થવાની હતી અમેરિકન રાષ્ટ્રપતિએ કાબુલમાં 5 સપ્ટેમ્બરે થયેલા કાર બ્લાસ્ટમાં એક અમેરિકન સૈનિક સહિત 12 લોકોના મોત પછી આ નિર્ણય લીધો હતો

Buy Now on CodeCanyon