મધ્ય પ્રદેશના દામોહ પાસે આવેલા રનેહ ગામમાં ગામલોકોએ મહાકાય મગરને પકડીને તેને હેરાન કર્યો હતો ગામલોકોએ તેને પકડીને તેનાગળામાં દોરડું બાંધ્યા બાદ તેને પાળતું પ્રાણીના જેમ જ ફેરવ્યો હતો ખેતરમાં આ રીતે હિંસક જનાવરને ફેરવતા કેટલાક શખ્સોનો વીડિયો પણકોઈએ રેકોર્ડ કરીને વાઈરલ કર્યો હતો ઘણા સમય બાદ વનવિભાગની ટીમને આ ઘટનાની જાણ થતાં જ તેઓએ ત્યાં પહોંચીને મગરને બચાવ્યોહતો આ મગરનો કબજો લીધા બાદ વનકર્મીઓએ તેને સલામત છોડવાની તજવીજ હાથ ધરી હતી
