Surprise Me!

ખંજવાળ, ખુજલી અને દરાજને મટાડવા શું કરવું? ખેતસીભાઈ મૈઠિયાએ બતાવ્યો પ્રયોગ

2019-09-13 21 Dailymotion

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ ખંજવાળ, ખુજલી અને દરાજ સહિતના ચામડીના રોગ માટેનો એક વીડિયો શેર કર્યો છે ચામડીના કેટલાક રોગ દવાઓથી ભાગ્યે જ મટે છે, પણ સાયન્સની સાથે આયુર્વેદને પણ અપનાવવામાં આવે તો સારું પરિણામ મેળવી શકાય છે ખેતસીભાઈનું કહેવું છે કે, ચામડીના રોગ માટે દૂધ અને ચણાનો લોટ અકસીર છે તેમના મતે દૂધ અને ચણાનો લેપ રોજ નાહતી વખતે તેને આખા શરીર પર લગાવવો જોઈએ આમ કરવાથી થોડા દિવસમાં જ માથાના ખોડા સહિત શરીરની ખંજવાળની તકલીફ દૂર થઈ જશે ખેતસીભાઈના મતે આ પ્રયોગથી ચામડીના રોગ થવાની શક્યતા સાવ ઘટી જશે, સાથેસાથે ચામડી વધુ મુલાયમ અને ચમકદાર બનશે

Buy Now on CodeCanyon