Surprise Me!

‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ભારતના PM મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ સામેલ થશે

2019-09-16 6,640 Dailymotion

અમેરિકામાં યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેગા ઇવેન્ટ ‘હાઉડી મોદી’ માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થશે આ અંગે રવિવાર મોડી રાત્રે વ્હાઇટ હાઉસ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કાર્યક્રમ આગામી 22 સપ્ટેમ્બરના રોજ અમેરિકાના હ્યુસ્ટનમાં આયોજીત થશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાંભળવા અમેરિકામાં 50 હજાર અમેરિકી ભારતીયોએ નોંધણી કરાવી છે આ કાર્યક્રમનું આયોજન ટેક્સાસ ઇન્ડિયા ફોરમ કરી રહ્યું છે નોંધણીની પ્રક્રિયા શરૂ થયાને 3 સપ્તાહમાં જ 50 હજાર લોકોએ નોંધણી કરાવી છે આ કાર્યક્રમ હ્યુસ્ટનના એનઆરજી ફૂટબોલ ગ્રાઉન્ડમાં યોજાશે તેની ક્ષમતા 50 હજાર લોકોની છે ટેક્સાસ ઇન્ડિયા ફોરમે સીટ બુક થઈ જતાં નોંધણી બંધ કરી દીધી છે જો કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને વિશેષ લોકો માટે નોંધણી 29 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે

Buy Now on CodeCanyon