અમદાવાદ: વાડજ વિસ્તારમાં લુખાતત્વોનો આતંક દિવસને દિવસે વધી રહ્યો છે ગઇકાલે રાતે સૌરબાજી કમ્પાઉન્ડ પાસે કેટલાક લોકોએ આતંક મચાવ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે વીડિયોમાં લુખાતત્વો રહીશોની ગાડીઓના કાચ તોડતા જોવા મળ્યા છે સાથે જ રોડ પર અવરજવર કરનારા રાહદારીઓને પણ રોકીને માર માર્યો હોવાના કિસ્સા સામે આવ્યા છે ઘટનાની જાણ થયા બાદ વાડજ પોલીસ ઘણા સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે
