Surprise Me!

અરામકો પર ડ્રોન હુમલાથી સાઉદીમાં ક્રૂડ ઉત્પાદન 50 ટકા ઠપ

2019-09-16 2,318 Dailymotion

સાઉદી અરબની સરકારી તેલ કંપની અરામકોના બે ઠેકાણે શનિવારે થયેલા ડ્રોન હુમલા બાદ કંપનીએ ત્યાં ઉત્પાદન ઠપ કરી દીધું છે આ જ કારણે સાઉદી અરબની આ સૌથી મોટી તેલ તથા ગેસ કંપનીના ઉત્પાદનમાં 50 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે આ હુમલાની અસર ભારત સહિત સાઉદી પાસેથી ક્રુડ ખરીદતા દેશો પર પડશે ભારતને ક્રુડ આયાત કરનારો સાઉદી બીજા નંબરનો દેશ છે સાઉદી અરબના ઉર્જા મંત્રી પ્રિન્સ અબ્દુલ્લાજિજ બિન સલમાને શનિવારે કહ્યું કે, આ ડ્રોન હુમલાથી પ્રત્યેક દિવસે 57 લાખ બેરલ કાચા તેલ પર માઠી અસર પડી છે, જે કંપનીના કુલ ઉત્પાદનનું લગભગ અડધું છે હવે આ હુમલા અને ઘટતા ઉત્પાદનની અસર ભારત સહિત ઘણા દેશો પર જોવા મળી શકે છે

Buy Now on CodeCanyon