વિદેશમંત્રીએ કહ્યું કે, તેમને આશા છે કે ટૂંક સમયમાં જ POK ભારતનો ભૌગોળિક ભાગ હશે સાથે જ એવું પણ જણાવ્યું કે, અનુચ્છેદ 370 દ્વિપક્ષીય નહીં પણ આંતરિક મુદ્દો છે વિદેશમંત્રીના આ નિવેદનને ઘણું સૂચક માનવામાં આવે છે <br /> <br />જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવ્યા બાદથી મોદી સરકારના ઘણા મંત્રી પીઓકે અંગે નિવેદન આપી ચુક્યા છે તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, હવે પછીનો એજન્ડા પીઓકેને હાંસિલ કરવાનો છે મોદી સરકારના બીજા કાર્યકાળમાં 100 દિવસોની સૌથી મોટી સિદ્ધીઓ પર વાત કરતા તેમણે કહ્યું હતું કે, અમારો હવે પછીનો એજન્ડા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાનો છે