ભિલોડા: અરવલ્લી- સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે 8ને દોઢ દાયકા બાદ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે ચિલોડાથી શામળાજી સુધીના ફોર લેન હાઈવેને સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે ત્યારે અંદાજીત 93 કિમીના અંતરમાં 9 જેટલા ફ્લાયઓવર, 9 અંડર બ્રીજ અને 13 જેટલા નાના વાહનો માટેના અંડર બ્રીજ બનાવવામાં આવવાના છે શામળાજી નજીક રંગપુર ગામના ગ્રામજનોએ ઓવરબ્રીજ કે અંડરબ્રીજ બનાવવાની માંગ સાથે ચક્કાજામ કરતા તંત્ર દોડતું થયું હતું 2 કિમી લાંબી વાહનોની કતાર લાગી હતી
