જ્યોતિષ વાસ્તુ અને પૌરાણિક માન્યતાઓ મુજબ સાવરણી ફક્ત આપણા ઘરની ગંદકી જ દૂર નથી કરતી પણ જીવનમાં આવી રહેલ દરિદ્રતાને પણ ઘરની બહાર કાઢવાનુ કાર્ય કરે છે. સાવરણી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. <br /><br />પૌરાણિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે જે ઘરમાં સાવરણીનું અપમાન થાય છે ત્યા ધનનું નુકશાન થાય છે. કારણ કે સાવરણીમાં ધનની દેવી મહાલક્ષ્મીનો વાસ માનવામાં આવે છે.