ગરમીની ઋતુ આવી ગઈ છે અને આ દિવસોમાં લૂ લાગવી સામાન્ય વાત છે. ઉલ્લેખનીય છે કે લૂ લાગવાનુ સૌથી મોટુ કારણ છે શરીરમાં પાણીની કમી. તેથી સારુ રહેશે કે તમે ગરમીમાં વધુમાં વધુ પાણી પીવો. ગરમીને કારણે ચાલનારી લૂથી બચવા માટે ઘરની બહાર નીકળતા પહેલા હાથ અને મોઢુ કપડાથી કવર કરી લો. આ ઉપરાંત પણ એવા અનેક ઘરેલુ નુસ્ખા છે જે તમને લૂથી બચાવામાં ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે.